(એજન્સી) તા.૧પ
ઠાકરેને પત્ર લખીને મહારાષ્ટ્રના રાજ્યપાલે કહ્યું હતું કે, “તમે હિન્દુત્વના પ્રબળ સમર્થક છો. મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તમે અયોધ્યાની મુલાકાત લઈને ભગવાન રામ પ્રત્યેની તમારી ભક્તિને જાહેરમાં રજૂ કરી હતી. તમે પંઢરપુરના વિઠ્ઠલ રૂકમણી મંદિરની મુલાકાત લીધી હતી અને અષાઢી એકાદશી પર પૂજા-અર્ચના કરી હતી.” કોશ્યારીએ આગળ કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે શું તમને બધું ખોલવાનું મુલતવી રાખવાની કોઈ દૈવી સૂચના પ્રાપ્ત થઈ છે અથવા તમે અચાનક પોતાને ‘બિનસાંપ્રદાયિક’ કરી દીધા છે, જે શબ્દ માટે તમને નફરત હતી ?” કોશ્યારીએ તેમના પત્રમાં કહ્યું હતું કે તેમને તે ‘આશ્ચર્યજનક લાગે છે કે એક તરફ રાજ્ય સરકારે બાર, રેસ્ટોરાં અને દરિયાકિનારા ખોલવાની મંજૂરી આપી છે, ત્યારે આપણા દેવી-દેવતાઓને લોકડાઉનમાં બંધ કરી દેવામાં આવ્યા છે.’ ઠાકરેએ જવાબ આપ્યો, “જે રીતે એકાએક લોકડાઉન લાદવું યોગ્ય ન હતું, તેથી તેને એક જ સમયે રદ કરવું પણ સારી બાબત નથી. અને હા, હું એવો વ્યક્તિ છું કે જે હિન્દુત્વને અનુસરે છે, મારા હિન્દુત્વને તમારી પાસેથી ચકાસણીની જરૂર નથી.’’ ૨૧૨૯૦૫ સક્રિય કેસ સાથે, મહારાષ્ટ્ર દેશમાં કોવિડ-૧૯થી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રહ્યું છે. રાજ્યમાં કોવિડ-૧૯ રોગચાળા દ્વારા માર્યા ગયેલા લોકોની સંખ્યા હવે ૪૦૫૧૪ છે. રાજ્યપાલો સંવિધાન પ્રમાણે કાર્ય કરે તેવી અપેક્ષા હોય છે, જેની પ્રસ્તાવના મુજબ જણાવાયું છે કે, “અમે ભારતના લોકો, ભારતને એક સ્વાયત્ત સામાજિક ધર્મનિરપેક્ષ લોકશાહી પ્રજાસત્તાક તરીકે નિર્માણ કરવાનો અને તેના તમામ નાગરિકોને સુરક્ષિત રાખવા સંકલ્પ કર્યો છે.” એવું લાગે છે કે કોશ્યારીએ ભારતીય બંધારણ વિશે પોતાનું જ્ઞાન વધારવાની જરૂર છે અને એ શીખવું જોઈએ કે બંધારણીય પદ સંભાળતી વખતે તેના ગુણોની નિંદા કરી શકાતી નથી.