(એજન્સી)                               તા.૯

મહા વિકાસ આઘાડીના સભ્યએ મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રાઇવેટ ન્યુઝ ચૅનલના એડિટર અર્નબ ગોસ્વામી અને અભિનેત્રી કંગના રણૌત સામે વિશેષાધિકારના પ્રસ્તાવનો ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો. શિવસેનાના સિનિયર એમએલએ પ્રતાપ સરનાઈકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ વિધાનસભામાં, તો કૉન્ગ્રેસના ભાઈ જગતાપે કંગના રણૌત વિરુદ્ધ વિધાન પરિષદમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે આ પ્રસ્તાવને વિધાનસભામાં મંજૂરી આપી દેવામાં આવી હતી. પ્રેઝન્ટિંગ ઑફિસર આ વિવાદમાં ક્રૉસ ચેક કર્યા બાદ જ કોઈ નિર્ણય લેશે. સમિતિએ આ કિસ્સામાં પત્રકારો, કાર્યકરો અને અમલદારોના ફરિયાદની માગણી કરી છે. પ્રતાપ સરનાઈકે કરેલા મોશનને અનિલ પરબનો ટેકો મળ્યો હતો. પોતાનો આક્રોશ ઠાલવતાં તેમણે કહ્યું કે ‘અર્નબ ગોસ્વામી એક એવો જર્નલિસ્ટ છે જેને લીડરોની છબિ ખરાબ કરવા માટે કૉન્ટ્રૅક્ટ આપવામાં આવે છે. જો સંસદમાં પત્રકારોને હિંસાથી રક્ષવાનો નિયમ પસાર કરવામાં આવે તો પત્રકારો સામે કડક પગલાં લેવાનો નિયમ પણ પસાર કરવો જોઈએ.

આ ઉપરાંત ભાજપ પર વળતો પ્રહાર કરતાં તેમણે આવા પત્રકારો સામે પોતાને ટેકો આપવાની વાત ભાજપને કહી હતી. સામા પક્ષે બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ વિશે પોતાની પાર્ટી પર લાગેલા આક્ષેપોને નકાર્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે ‘અમે મુખ્ય પ્રધાન અથવા અન્ય કોઈ નેતા સામે અપમાનજનક ભાષાને ટેકો આપતા નથી.  શું તમે એ જ યાર્ડસ્ટિકને ‘સામના’ (સેનાના મુખપત્ર) પર લાગુ કરશો જે વડા પ્રધાન અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સામે ખૂબ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરશે? અમે નિશ્ચિતપણે ઇચ્છીએ છીએ કે મુખ્ય પ્રધાનનું સન્માન કરવામાં આવે, પરંતુ અમને પીએમ અને રાજ્યપાલના સંદર્ભમાં તમારું ડબલ સ્ટાન્ડર્ડ ગમતું નથી.