મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારેએ જાહેરાત કરી હતી કે, રાજ્યવ્યાપી પ્રતિબંધાત્મક આદેશો સહિતના પગલાં હવે હાથમાંથી સરકી રહ્યા છે જો આને વધુ આકરી રીતે રોકવામાં નહીં આવે તો વધુ વકરી શકે છે. કોરોના વાયરસના ફેલાવામાં અમે હવે નિર્ણાયક મોડમાં આવી ગયા છીએ. આને અત્યારે નહીં રોકવામાં આવે તો પછી સ્થિતિ હાથમાંથી નીકળી જશે. રાજ્યને સંબોધન દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં કર્ફયુ લાદવાની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે મહારાષ્ટ્ર સાથેની તમામ બોર્ડર સીલ કરવાનો આદેશ પણ બહાર પાડી દીધો છે. સમગ્ર રાજ્યમાં ધારા ૧૪૪ લાગુ કરી દેવાઇ છે. તેમણે કહ્યું કે, ૪-૫ લોકો પણ નહીં, એકથી બે લોકોથી વધારે રાજ્યમાં એકઠા થવા જોઇએ નહીં. રાજ્ય સરકારે સાથે જ તમામ પરિવહન સેવા તથા ફ્લાઇટો પણ રદ કરી દીધી છે.