(એજન્સી) તા.૨૯
મહારાષ્ટ્રમાં લોકોના અસ્પષ્ટ જનાદેશમાં આપણને એક નવો રસપ્રદ વળાક જોવા મળ્યો છે.ભાજપ-શિવસેના ગઠબંધનને ખુલ્લેઆમ હિંદુત્વ પ્લેટફોર્મ પર પ્રચાર કરતાં જોઇને લોકોએ બંનેના ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો.રાજ્ય વિધાનસભાની ૨૮૮ બેઠકો પૈકી ૧૬૦ બેઠકો ગઠબંધને જીતી હતી.ભાજપને ૧૫૨માંથી ૧૦૫ બેઠક પર એટલે કે ૭૦ ટકા વિજય પ્રાપ્ત થયો હતો.શિવસેનાને ૧૨૪માંથી ૫૬ બેઠકો એટલે કે ૪૦ ટકાના દરે વિજય પ્રાપ્ત થયો હતો. ત્યાર બાદ ચૂંટણી પરીણામોએ સ્પષ્ટપણે શિવસેનાને જણાવી દીધું કે હવે તેમનો સમય ઝડપથી ખલાસ થઇ રહ્યો છે અને તેથી શિવસેનાએ ગઠબંધનને અલવિદા કરી દીધી.ભાજપ અને શિવસેનાના ચૂંટણી પૂર્વેના ગઠબંધને ૪૨ ટકા લોકપ્રિય વોટ્‌સ મળ્યાં હતાં જ્યારે એનસીપી અને કોંગ્રેસ મળીને તેમને ૩૨.૬ ટકા વોટ્‌સ મળ્યાં હતા.રાજનીતિમાં જો કોઇ નૈતિકતા કે શાલીનતા બચી હોય તો મહારાષ્ટ્રમાં બે અનિચ્છનીયની સરકાર થવી જોઇતી હતી પરંતુ એવું બન્યું નહીં. ઉદ્ધવ ઠાકરે જમણેરી પાંખ સાથેથી છેડો ફાડી નાખ્યો.
વચ્ચે થોડા કલાકો માટે ભાજપની અજીત પવારના સમર્થન સાથે સરકાર રચાઇ ગઇ પરંતુ હવે શિવસેના શાસિત સરકારે શપથ લઇ લીધા છે અને બંને કોંગ્રેસ તેમને સમર્થન આપી રહી છે.હવે કહેવાતા બે ઉદારવાદી કે કેન્દ્રવર્તી પક્ષોએ એવા પક્ષ સાથે જોડાણ કર્યુ છે જે ધાર્મિક, વંશીય અને પ્રાદેશિક લઘુમતીને ધિક્કારે છે.મહારાષ્ટ્ર ચૂંટણીના પરાજિતોએ જ્યારે સત્તાની બાગડોર સંભાળી છે ત્યારે પ્રશ્ન એ છે કે શું ખરેખર લોકતંત્રનો વિજય થયો કહેવાય?ભારતીય રાજનીતિ આખરે ક્યાં આવીને ઊભી છે?
આપણે છેલ્લા કેટલાક સપ્તાહમાં મહારાષ્ટ્રમાં જોયું છે કે બહેતર ભાવિ માટેનું વિઝન ધરાવતી કે લોકો માટે સર્વશ્રેષ્ઠનું વિઝન ધરાવતી રાજનીતિ સંપૂર્ણપણે તૂટી પડી છે તેના બદલે આપણને મુંબઇની ફાઇવસ્ટાર હોટલમા ંજે ડ્રામા થયો તોે જોવા મળ્યો.