(એજન્સી) તા.૨૯
ડો.બી આર આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલ બંધારણે આપણા રાષ્ટ્રમાં નાગરિકોને સમાનતા બક્ષી છે પરંતુ આપણા પ્રજાસત્તાકના સાત દાયકાનું જો અવલોકન કરીશું તો જણાશે કે આપણે ભારતીય મહિલાઓ અને દલિતોને સમાન નાગરિકત્વ આપવાના બંધારણીય વચનનો અમલ કરવામાં નિષ્ફળ ગયાં છીએ. એમાંય ૨૦૨૧ની પરિસ્થિતિ વધુ ભયાનક છે. વિધાનગૃહના ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાના જીવનસાથીની પસંદગી કરવામાં મહિલાઓની સ્વતંત્રતા પર કાપ મૂકવા કહેવાતા લવજેહાદ કાયદાને લાવીને પિતૃપ્રધાન કુટુંબ કે સમાજ પદ્ધતિને થોપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિના કહેવાતા દૂતોએ પણ સ્વયંવરની વર્ષો જૂની પરંપરાને રદ કરી છે. હાથરસ ખાતે એક યુવાન દલિત મહિલાના બળાત્કારમાં દાખવવામાં આવેલ અકલ્પનિય પાશવતા દ્વારા મહિલાઓ આજે જે લૈંગિક અને જ્ઞાતિ આધારીત હિંસાનો સામનો કરી રહી છે તેના પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આ પ્રકારની ઘટનાઓ આપણને એ હકીકતની યાદ અપાવે છે કે મહિલાઓ અને ખાસ કરીને દલિત મહિલાઓ વિરુદ્ધ થતાં હિંસાચારનો અંત લાવવાની જરુર છે. તાજેતરમાં ઉ.પ્ર.ના બદાયુ જિલ્લામાં એક પૂજારી દ્વારા ૫૦ વર્ષની આંગણવાડી કાર્યકર પર બળાત્કાર અને મૃત્યુની ઘટનાએ મહિલાઓ વિરુદ્ધ હિંસાચારને અટકાવવામાં રાજ્ય પ્રશાસનની બિન-કાર્યક્ષમતા ઉઘાડી પાડી છે. એટલું જ નહીં આપણા સમાજના સામંતશાહી, જ્ઞાતિવાદી અને પિતૃસત્તાક માળખાને થોપવામાં તેની ભૂમિકાનો પણ પર્દાફાશ થયો છે. કહેવાની જરુર નથી કે સરકારી તંત્ર દલિત મહિલાઓને સાંકળતા કેસોમાં ઉદાસીન જોવા મળ્યું છે. હું પણ જેના ભાગરુપ છું એવી દલિત-બહુજન ચળવળે હંમેશા લૈંગિક અને સામાજિક સમાનતાની માગણી કરી છે અને વંચિત લોકો વિરુદ્ધ હિંસા અને અપરાધો સામે કાર્યવાહી કરવામાં પ્રશાનની નિષ્ફળતાને ઉઘાડી પાડી છે. બ્રાહ્મણવાદી સામાજિક વ્યવસ્થાએ મહિલાઓને જ્ઞાતિની શુદ્ધતાનું જતન કરવા માટે દરવાન તરીકે વ્યવહાર કરેલ છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના ક્રાઇમ ઇન ઇન્ડિયા-૨૦૧૯ના રિપોર્ટ અનુસાર ૨૦૧૭માં મહિલાઓ વિરુદ્ધ ૩૫૯૮૪૯ અપરાધો, ૨૦૧૮માં ૩૭૮૨૩૬ અને ૨૦૧૯માં ૪૦૫૮૬૧ અપરાધો નોંધાયાં હતાં જે બતાવે છે કે મહિલાઓ વિરુદ્ધ સતત અપરાધો વધી રહ્યાં છે. ભારતમાં બળાત્કારના નોંધાયેલ કેસોમાં ૧૧ ટકા કેસો દલિત મહિલાઓ અંગેના હતા.
Recent Comments