તૃણમૂલ કોંગ્રેસના મહિલા નેતાઓએ મમતા બેનરજી વિરૂદ્ધ ટિ્વટ અંગે વિજયવર્ગીયની આકરી ટીકા કરી હતી, ભાજપના મહાસચિવે મમતા બેનરજીનો એક ફોટો શેર
કર્યો હતો, જેમાં તે એક આદિવાસી ગામમાં ભોજન રાંધતા દેખાઈ રહ્યા હતા
(એજન્સી) તા.૪
બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલના મહિલા નેતાએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પર બંગાળના મુખ્યમંત્રી તથા પાર્ટી પ્રમુખ મમતા બેનરજી સામે એક વિવાદિત ટિ્વટ કરવાનો આરોપ મૂકયો હતો અને આ વાતની આકરી ટીકા પણ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના મહિલા નેતાઓએ મમતા બેનરજી વિરૂદ્ધ ટિ્વટ અંગે વિજયવર્ગીયની આકરી ટીકા કરી હતી. ભાજપના મહાસચિવે મમતા બેનરજીનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે એક આદિવાસી ગામમાં ભોજન રાંધતા દેખાઈ રહ્યા હતા. વિજયવર્ગીયએ આ તસવીર સાથે લખ્યું કે, દીદીએ પહેલાથી જ એ કામ કરવાનું શરૂ કરી દીધું છે, જે તેમને પાંચ મહિના પછી કરવાનું છે. મમતાની આ તસવીર બલ્લવપુર ગામમાં લેવામાં આવી હતી, જ્યાં ગત સપ્તાહે બીરભૂમ જિલ્લાથી કોલકાતા પાછા ફરતી વખતે તે થોડીક વાર માટે રોકાયા હતા. રાજ્યમાં એપ્રિલ-મેમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. આ ટિ્વટ અંગે તીખી પ્રતિક્રિયા આપતા ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે ટિ્વટ કરી કે, જો તમે મહિલા છો અને તમારી સક્રિય રાજકારણ સાથે જોડાવાની આકાંક્ષા છે તો યાદ રાખો કે, આપણા દેશમાં કૈલાશ વિજયવર્ગીય જેવા ભાજપના સ્ત્રી પ્રત્યે દ્વેષ રાખનારા નેતાઓની ભીડ છે, જે મહિલાઓને ફરીવાર રસોડામાં ધકેલી દેવા માંગે છે.
Recent Comments