ભાવનગર,તા.૧૭
બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ક. પરા વિસ્તારમાં મહિલાની છેડતી બાબતે થયેલી મારમારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ જે.જે. પંડયાની અદાલતમાં ચાલી જતા અદાલતે બે આરોપીઓને આજીવન કેદની સજા અને રોકડા રૂા.૧૦ હજારર્ના દંડ ફટકાર્યો હતો.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ભાવનગર શહેરના ક. પરા ટોલકીનગર, બાવાવાસ, વિસ્તારમાં રહેતા કુમાર મંગાભાઈ મકવાણા (ઉ.વ.રર) જાતે કોળી નામનો શખ્સ કિસ્મત ગોરધનભાઈ બારૈયા (રહે.ક.પરા ટોલકીનગર)નો દોઢ વર્ષ પહેલા હરેશ લક્ષ્મણભાઈ ચૌહાણ (રહે. કાળિયાબીડ, સાગવાડી)ના દીકરાની વહુને હેરાન પરેશાન કરતો હોઈ જેથી હસમુખભાઈ સાથે માથાકૂટ થયેલી જે બાબતે મનદુઃખ ચાલતું હોય તેની દાઝ રાખી કુમાર મંગાભાઈ મકવાણા અને મયુર મંગાભાઈ મકવાણા બન્ને એ એકસંપ કરી ગત તા.૪-૩-ર૦૧૬ ના રોજ હસમુખ કિસ્મત બારૈયા ઉપર હુમલો કર્યો હતો જેમાં આરોપી કુમાર મંગાએ પોતાની પાસેની છરી વડે હસમુખભાઈના શરીરે કમરના ભાગે એક ઘા મારી જીવલેણ ઈજા કરી હસમુખભાઈનું મોત નીપજાવ્યું હતું. ઉકત બંને આરોપીઓએ એક બીજાને મદદાગારી કરી હોવાની જે તે સમયે કિસ્મત ગોરધનભાઈ બારૈયાએ સ્થાનિક સી. ડી.વી.પો. જે તે સમયે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઉપરોકત બંને આરોપીઓ કુમાર મંગા મકવાણા અને મયુર મંગા મકવાણા સામે ઈપીકો કલમ ૩૦ર, જીપીએકટ ૧૩પ સહિતનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ જે.જે. પંડયાની અદાલતમાં ચાલી જતા અદાલતે બંને આરોપીઓ સામેનો ગુનો સાબિત માની ભારતીય દંડસહિતાની કલમ ૩૦રના ગુના સબબ આજીવન શખ્ત કેદની સજા અને રૂા.૧૦ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા, જીપીએકટની કલમ ૧૩પ મુજબના ગુનામાં ૪ માસની સાદી કેદની સજા અને રોકડા રૂા.ર૦૦નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૧પ દિવસની સજા અદાલતે ફટકારી હતી.
મહિલાની છેડતી બાબતે થયેલ હત્યાના બનાવમાં બે આરોપીને આજીવન કેદની સજા

Recent Comments