(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
પુણા સમર્થ કોમ્પ્લેક્સની પાસે આવેલ માર્કેટમાં પતિ સાથે શાકભાજી ખરીદવા ગયેલી મહિલાની નજર ચુકવી ઠગ મહિલા રોકડા ૪ હજાર અને સોનાનું મંગળસુત્ર મળી કુલ રૂપિયા ૬૦ હજારના મતા સાથેનું પર્સ ચોરી કરી નાસી ગયો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ વરાછા એલ.એચ.રોડ અભિનંદન પેલેસમાં રહેતા સુશીલાબેન સંજય માલીની (ઉ.વ.૨૬) ગત તારીખ ૨૯મીના રોજ સાંજે છ વાગ્યે પુણા સમર્થ કોમ્પ્લેક્સની પાછળ તેમના પતિ સાથે શાકભાજી ખરીદવા માટે ગયા હતા તે વખતે પીળા કલરની સાડી પહેરેલ મહિલાએ તેની નજર ચુકવી બેગમાંથી પર્સ ચોરી કરી નાસી ગઈ હતી. પર્સમાં સુશીલાબેનના રોકડા ૪ હજાર અને ૨૩ ગ્રામ સોનાનું મંગળસુત્ર મળી કુલ રૂપિયા ૬૦,૮૨૫ના મતા હતા. અજાણી મહિલાએ સુશીલાબેનને મહિલા પર્સ ચોરી કરી ભાગી હોવાનુ કહેતા પતિ સાથે પીછો પણ કર્યો હતો પરંતુ મહિલા હાથમાં આવી ન હતી. પોલીસે સુશીલાબેનની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.