જૂનાગઢ, તા.૧૯
જૂનાગઢ તાલુકાના ચોકી ગામે રેલ્વે સ્ટેશન પાસે રહેતી ફરિયાદી મહિલાના સંબંધી એવા આરોપી વિશાલ હિરજીભાઈ કુંભાણી (રહે.વડાલ) તથા અજાણ્યા બે આરોપીઓએ છરી બતાવી, શારીરિક છેડછાડ કરી ગાઉન ફાડી નાખતા ફરિયાદી મહિલાએ રાડારાડ કરતા માણસો ભેગા થઈ જતા પોતે લાવેલ મોટરસાયકલ મૂકી ચોકી ગામના ધ્રુવલભાઈને પણ છરી બતાવી મારી માખવાની ધમકી આપી ધ્રુવલભાઈના મોટરસાયકલ સીડી ૧૦૦ જીજે-૦૩-બીડી-૪૫૦૪ કિંમત રૂા.૧૫,૦૦૦ની લૂંટ કરી નાસી જતા ફરિયાદીએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ફરિયાદના આધારે છેડતી, લૂંટ, ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ વી.યુ. સોલંકી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. ગુના ગંભીરતાને ધ્યાનમાં લઈ જૂનાગઢ પોલીસવડા સૌરભ સિંઘ દ્વારા આ છેડતી અને લૂંટના ગુનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.