મહિલાનો પતિ કામ પર જતો હતો, ત્યારે પ્રેમી આ ગુપ્ત સુરંગ મારફતે પ્રેમિકાને મળવા ઘર સુધી પહોંચી જતો

(એજન્સી) નવી દિલ્હી,તા.૩૧
એક પરિણીત વ્યક્તિએ પાડોશી મહિલા સાથે સંબંધ રાખવા માટે તેના ઘરની નીચે ગુપ્ત સુરંગ બનાવી દીધી. મહિલા પતિ સાથે ઘરમાં રહેતી હતી. પરંતુ જ્યારે મહિલાનો પતિ કામ પર જતો હતો, ત્યારે પ્રેમી આ ગુપ્ત સુરંગ દ્વારા તેના ઘર સુધી પહોંચી જતો. પાડોશી મહિલા સાથે પ્રેમ કરવા માટે તેના ઘર સુધી સુરંગ બનાવવાનો આ મામલો મેક્સિકોન છે. ડેઈલી મેલની રિપોર્ટ મુજબ, પ્રેમી યુવકનું નામ આલ્બર્ટો છે. આલ્બર્ટો પરિણીત છે અને મેક્સિકોના તિજુઆના વિસ્તારમાં રહે છે. તેણે પાડોશમાં રહેતી મહિલા પામેલા સાથે પ્રેમ થયા બાદ તેના ઘર સુધી જવા માટે એક ગુપ્ત સુરંગ બનાવી દીધી હતી. બંને વચ્ચેના અફેરનો ખુલાસો ત્યારે થયો, જ્યારે એક દિવસ પામેલાનો પતિ જોર્જ પોતાના કામેથી જલ્દી ઘરે પાછો આવી ગયો અને પત્નીને પ્રેમી સાથે ઘરમાં પકડી લીધો. પતિએ જોયું કે અલ્બર્ટો એક કાઉચ પાછળ છુપાઈ ગયો છે અને પછી ત્યાંથી તે ગાયબ થઈ ગયો. જોર્જે બેડરૂમમાં આલ્બર્ટોના ઘણા સમય સુધી શોધ્યો, પરંતુ તે ન મળ્યો. પોતાના ઘરમાંથી અચાનક ગાયબ થયેલા આલ્બર્ટોને જોતા જોર્જે તેની તપાસ શરૂ કરી. ત્યારે તેને કાઉચની નીચે એક સુરંગ જોવા મળી. જ્યારે જોર્જ સુરંગમાં ઉતરીને આગળ સુધી ગયો તો તે આલ્બર્ટોના ઘર સુધી પહોંચી ગયો. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, સુરંગને ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવી હતી. જોકે આ માલુમ નથી થઈ શક્યુ કે સુરંગ કેટલા સમય પહેલા તૈયાર કરાઈ હતી. બીજી તરફ પકડાઈ ગયા બાદ આલ્બર્ટોએ જ્યોર્જને વિનંતી કરી કે તે આ અફેર વિશે તેની પત્નીને જાણ ન કરે. પરંતુ જોર્જે તેની વાત ન સાંભળી અને બંને એકબીજા સાથે લડાઈ કરવા લાગ્યા.