(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
શહેરના ડીંડોલી નજીક ઈકલેરા- સણિયા રોડ પરથી એક સપ્તાહ અગાઉ શેરડીના ખેતરમાંથી મહિલા અને બાળકની કહોવાયેલી લાશ મળી આવી હતી. ઘણા પરિવારો આવી ગયા, પરંતુ લાશની હજુ સુધી ઓળખ થઇ શકી ન હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીંડોલીના ઈકલેરા ગામના સીમમાંડાના શેરડીના ખેતરમાંથી એક ૨૫ થી ૩૦ વર્ષની મહિલા અને ૪ થી ૬ વર્ષના બાળકની કોહવાયેલી લાશ મળી હતી. આ અજાણી લાશનો કબજા લઈ પોલીસે મૃતકોની ઓળખનો પ્રયાસ શરૂ કર્યો હતો બંને લાશોની હત્યા કરી મૃતદેહને પોટલામાં નાખી શેરડીની ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. મૃતદેહ કોહવાઈ ગયા હોવાની કપડાના નમુના પોલીસે પોતાની પાસે રાખી હાડપીંજર સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવ્યા છે. બાળક સાથે મહિલા ગુમ થઈ હોય તેવા મીસીંગ કેસની ડીંડોલી પોલીસ તપાસ કરી રહી છે. ઘણા પરિવારો ડીંડોલી પોલીસ મથકે આવી લાશો પાસેથી મળેલ કપડાથી ઓળખ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસને નિરાશા મળી હતી. બન્ને લાશોની ઓળખ થાય તો જ હત્યાનું કારણ અને હત્યારાઓ અંગે પોલીસને કોઈ કળી મળી શકે. હાલ પોલીસે સુરત સહિત સમગ્ર સભ્યમાંથી મહિલા અને બાળકના ગુમ થવાના તમામ કેસોની તપાસી કરવામાં આવી રહી છે.