ગાંધીનગર, તા.૭
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે ’ બેટી બચાવો.. બેટી પઢાવો.’ સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવા વિશિષ્ટ મહારેલીનું પ્રસ્થાન મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તા. ૦૮ માર્ચ , ૨૦૧૮ના રોજ સવારે ૮.૦૦ કલાકે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર કંપાઉન્ડ ખાતેથી કરાવશે. જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર દ્વારા આયોજીત આ મહિલા મહારેલીમાં પાંચ હજારથી વધુ મહિલાઓ જોડાશે. જેમાં ર્ડાકટર, વકીલ, મહિલા પોલીસ, સ્કાઉડ ગાઇડ, નર્સીંગ વિધાર્થીનીઓ અને એન.સી.સી. ની વિધાર્થીનીઓ જોડાશે. આ રેલીની શરૂઆતમાં મહિલા પોલીસ બેન્ડ, એક હજાર જેટલા ટુ-વ્હીલર, ધોડે સવાર મહિલા પોલીસ, કેમ્લ કાર્ટ, ૬૦ જેટલા ટ્રેકટર અને ઉંટ લારીઓમાં બેટી બચાવો બેટી પઠાવો થીમ પર વિવિધ સૂત્રો સાથે અનેરું આકર્ષણ જમાવશે. આજ દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સવારના ૮ઃ૦૦ કલાકે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે નન્હી પરી અવતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવજાત દીકરીઓનું સન્માન કરશે.