(એજન્સી) મોરક્કો,તા.૮
મોરક્કોમાં લેડી ઓફ ફેઝના નામે જાણીતા ફાતિમા અલ ફિહરીઓ દુનિયાને પ્રથમ યુનિવર્સિટીની ભેટ આપી હતી. સાથે દુનિયાને પ્રથમ યુનિ. આપનાર પ્રથમ મુસ્લિમ મહિલા હતા, ફાતિમાનો જન્મ લગભગ ૮૦૦ ઈ.સ.માં ટયુનિશિયામાં થયો હતો. પરંતુ કેટલાક વર્ષો બાદ પિતા મોહમ્મદ સાથે ફેઝમાં આવીને વસ્યા, એ સમયમાં ફેઝ ઘણું પ્રખ્યાત શહેર માનવામાં આવતું હતું ફાતિમાના ખાનદાનમાં નાણાની કોઈ અછત નહોતી આથી તેમણે નાણાનો સદુપયોગ કરવા વિચાર્યું ફાતિમાએ શિક્ષણ માટે કામ કરવા વિચાર્યું અને સન ૮પ૯મા એમણે અલ-કરવી યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય લીધો ! ઈસ્લામિક ગોલ્ડન સમય દરમ્યાન બનેલ આ યુનિવર્સિટી આજે પણ આફ્રિકામાં સુમાલીની સૌથી મોટી યુનિવર્સિટી છે. મોરક્કોના શહેર ફેઝમાં સ્થાપિત કરેલ આ યુનિવર્સિટી દુનિયાની સૌથી પહેલી યુનિવર્સિટી છે. આ યુનિ.માં મુસ્લિમ અને બિન-મુસ્લિમ તમામ લોકો તાલીમ મેળવે છે. આ યુનિવર્સિટી આજે પણ કેમેસ્ટ્રી, મેડિસીન, મેથમેટિકસ, જીયોલોજી જેવા જુદા જુદા વિષયોમાં સારી તાલીમ આપવા માટે જાણીતી છે. શ્રીમંત હોવા છતાં ફાતીમાએ આરામદાયક જીવન પણ ગુજાર્યું નહીં અને શિક્ષણ પાછળ નાણાનો ઉપયોગ કર્યો. દુનિયાને પ્રથમ યુનિવર્સિટીની ભેટ આપનાર પ્રથમ મુસ્લિમ મહિલાએ સન ૮૮૦મા દુનિયાથી વિદાય લીધી પરંતુ એમના દ્વારા સ્થાપિત યુનિ. આજે પણ લોકોને શિક્ષણના માર્ગે દોરી રહી છે.