(એજન્સી) તા.૮
એક મહિલાના ઉત્પીડનનો જૂનો વીડિયો ઓનલાઇન વાયરલ કરવામાં આવી રહ્યો છે તેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના કેરળની છે અને તેનું કારણ રાજ્યમાં હિંદુઓ લઘુુમતીમાં હોવાનું જણાવાઇ રહ્યું છે. વાસ્તવમાં એ વાત સાચી કે આ ઘટના ઘટી હતી પરંતુ આ ઘટના કેરળમાં નહીં પરંતુ આંધ્રપ્રદેશમાં ઘટી હતી. ૨૦૧૭માં આ ઘટના ઘટી હતી અને આ સમાચારમાં કોઇ કોમવાદી એંગલ નથી.
વીડિયો સાથે શેર કરવામાં આવી રહેલા દાવામાં લખ્યું છે કે કેરળમાં થઇ રહેલી મહિલાઓની છેડતીનો વીડિયો એ કોઇ પ્રથમ વીડિયો વાયરલ થયો છે એવું નથી. આ પ્રકારની ઘટનાઓ રોજબરોજ બને છે તેનો મુખ્ય હેતુ હિંદુઓનું લઘુમતી હોવાનું જણાવાય છે. પારસ ગુપ્તા નામના એક શખ્સના ટ્‌વીટ પર આ લેખને પબ્લિશ કરતી વખતે ૪૦૦૦થી વધુ રીટ્‌વીટ થયાં છે. કેટલાય સોશિયલ મીડિયા યુઝરે ફેસબુક અને ટ્‌વીટર પર આ વીડિયોને આ દાવા સાથે શેર કર્યો હતો.
ધ ક્વિન્ટને તેના વોટ્‌સએપ ટીપ લાઇન નંબર પર પણ વીડિયો અને તેની સાથે કરવામાં આવેલ દાવાને લઇને એક પ્રશ્ન મળ્યો છે. અમે પારસ ગુપ્તાના ટ્‌વીટ પર જવાબોનું સ્કેનિંગ કર્યું અને જાણવા મળ્યું કે કેટલાય યુઝર્સે જણાવ્યું હતું કે વીડિયોમાં દેખાતા લોકો મલિયાલમ નહીં પણ તેલુગુ બોલતાં હતાં. સંબંધીત કી-વર્ડથી સર્ચ કરવા પર અમને ટીવી-૯ તેલુગુની ૨૦૧૭માં અપલોડ કરાયેલ એક વીડિયો મળ્યો હતો જેનું કેપ્શન હતું ‘છોકરી પર બળાત્કાર’ના પ્રયાસને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો. વીડિયોમાં આ લોકેશન આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં કનિગિરી બતાવવામાં આવ્યું છે. અમને સપ્ટે.૨૦૧૭માં પ્રસિદ્ધ થયેલ એક આર્ટીકલ પણ મળ્યો છે જેમાં આ કેસની જાણકારી હતી. આ આર્ટીકલમાં જણાવ્યું હતું કે એક ૧૯ વર્ષની કોલેજીયન યુવતીને તેના બોયફ્રેંડે દબોચીને તેનુ ઉત્પીડન કર્યુ, ત્યારબાદ આરોપી અને તેના બે મિત્રોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો. ત્રણેય આરોપીની પ્રકાશમ જિલ્લાની પોલીસે ધરપકડ કરી હતી. રિપોર્ટમાં જણાવાયું હતું કે પોલીસ અનુસાર યુવતી અને તેની ફ્રેન્ડ આરોપી શખ્સ ડી સાઇને મળવા એક મંદિર ગઇ હતી. શખ્સને આ યુવતી એક વર્ષ કરતાં વધુ સમયથી ઓળખતી હતી. કનિગિરીના સર્કલ ઇન્સ્પેક્ટર કે વેંકટેશ્વરા રાવેે વાયરલ વીડિયો અંગે જણાવ્યું હતું કે તેમાં કોઇ કોમવાદી એન્ગલ નથી.