ગાંધીનગર,તા.૨૧
ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન માનસી વખારિયા અચાનક જ ગંભીર બીમારીમાં સપડાઈ છે અને છેલ્લા પાંચેક દિવસથી હોસ્પિટલમાં મોતની સામે ઝઝૂમી રહી છે. ૧૮ વર્ષીય માનસીને અચાનક જ ભાગ્યે જ જોવા મળતી ‘ફલુમિનન્ટ જી.બી.એસ’ બીમારી થઈ છે. જેના કારણે માનસીની હાલત ગણતરીના કલાકોમાં જ અત્યંત નાજુક બની ગઈ હતી. નોંધપાત્ર છે કે માનસી વર્ષ ૨૦૧૫માં ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમનું પ્રતિનિધત્વ કરી ચૂકી છે. છેલ્લા ચાર વર્ષથી ગુજરાતની ફૂટબોલ ટીમની કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળનારી માનસી કુલ ૧૧ નેશનલ રમી ચૂકી છે. તે હાલમાં અમદાવાદના ડો. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશનમાં માનસી સારવાર હેઠળ છે.માનસીના કિસ્સો મેડિકલ જગત માટે પડકારરૂપ છે. તેને ફ્લુમિનન્ટ ‘ગિલેન બારે સિન્ડ્રોમ’ એટલો ઝડપી વધથી વધી ગયો કે જેનાથી ખુદ તબીબો આશ્ચર્યમાં પડી ગયા છે.