અમદાવાદ, તા.૬
સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન, ગુજરાત આંગણવાડી કમર્ચારી સંગઠન, ગુજરાત આશા તથા ફેસિલીએટર વર્કસ યુનિયન અને વર્કિંગ વુમન કોઓર્ડિનેશન કમિટી (કામકાજી મહિલા સંકલન સમિતિ) ના નેજા હેઠળ અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી આવેલ આંગણવાડી-આશા બહેનોએ, અમદાવાદમાં જિલ્લા કલેક્ટર કચેરીએ વિશાળ સંખ્યામાં સામે ચાલી ધરપકડ વ્હોરી હતી.
આંગણવાડી-આશા વર્કરો પોતાનું લઘુતમ વેતન આપવા, અન્ય રાજ્યોની જેમ રૂા.૧૦,૦૦૦ તાત્કાલિક જાહેર કરવા, કાયમી કરવા, નિવૃત્તિ વય મર્યાદા વધારવા, જિલ્લા તાલુકા ફેર બદલી મંજૂર કરવા, આશા વર્કર અને ફેસિલીએટરને ફિક્સ પગારદાર કરવા સહિતની ૧૬ માગણીઓ માટે આંદોલન ચલાવી રહેલ છેે, તારીખ અગાઉ ગાંધીનગર ખાતે ૧૦,૦૦૦ બહેનોએ ધરણાં કર્યા હતા અને જેલ ભરો કાર્યક્રમ જાહેર કરેલ હતો. તેમજ વડાપ્રધાન દ્વારા મન કી બાતમાં ર૦૧૮ સપ્ટે.માં રૂા.૧પ૦૦/-નો વધારો જાહેર કરેલ, પરંતુ ગુજરાત સરકારે માત્ર રૂા.૬૦૦/- જાહેર કરેલ છે અને તેથી બધી માગણી ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેથી સીટુ-ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના કૈલાસબેન રોહિત, નસીમબેન મકરાણી, મંત્રી રંજનબેન સાંધાણીએ જણાવેલ છે અને સીઆરટીયુના મહામંત્રી અરૂણ મહેતા સહિત વિશાળ સંખ્યામાં લોકોએ ધરપકડ વ્હોરી હતી.