સંતરામપુર, તા.ર૭
મહિસાગર જિલ્લામાં ધીરે ધીરે કોરોનાનો આતંક પોતાનો પંજા પ્રસારી રહ્યો છે. હાલ મહિસાગર જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાવા પામ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહિસાગર જિલ્લો શરૂઆતના તબક્કામાં ગ્રીન ઝોનમાં હતો ત્યાં એકાએક સંક્રમિત કેસોનું પ્રમાણ વધતા પ્રજાજનોમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે. હાલ લોકડાઉનને કારણે મધ્યમ વર્ગ-વેપારી વર્ગ પણ ચિંતિત બન્યો છે. રોજગારનો પ્રશ્ન વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બેઠો છે. જિલ્લામાં અત્યારસુધીમાં ર વ્યક્તિના કોરોનાને કારણે મૃત્યુ પણ નિપજ્યા છે. તેમજ લુણાવાડામાં ૧, સંતરામપુરમાં ૬, ખાનપુરમાં ૩, બાલાસિનોરમાં પ અને વિરપુરમાં ર કેસ મળી કુલ ૧૭ કેસ નોંધાવા પામ્યા છે. જેને પગલે હાલ જિલ્લામાંથી પ્રજાજનો તરફથી પણ એવી માંગ ઉઠવા પામી છે કે વહીવટી તંત્ર તરફથી પ્રજાજનોને આયુર્વેદિક ઉકાળા ઘેર ઘેર પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લાગણી પ્રસરી રહી છે.