(સંવાદદાતા દ્વારા)
લુણાવાડા, તા.૨૮
મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા પોઝિટિવ કેસોની સંખ્યામા ભયજનક રીતે વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં ૨૬ પોઝિટિવ કેસ નોંધાતા આંક ૧૨૦ પર પહોંચ્યો છે. એક સાથે કેસો આવતા જિલ્લાવાસીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
મહીસાગર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં ૨૬ જેટલા કોરોના પોઝિટિવ કેસ આવી જતા જિલ્લાવાસીઓમા ચિંતાનું મોજું ફરી વળ્યું છે.જિલ્લા પ્રશાશન દ્વારા જે વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસો મળ્યા છે એ વિસ્તારોમાં અવરજવર બંધ કરાવી કન્ટેન્ટમેન્ટ જોન અને બફર જોન જાહેર કરી દેવામાં આવ્યા છે.
ઉપરાંત મહીસાગર જિલ્લાના બાલાસીનોર કોરોનાના કેસોમાં અગ્રીમ સ્થાને હોય તેમ ત્યાં બુધવાર અને એક સાથે ૮ ગર્ભવતી મહિલાઓને અને ગુરુવારના રોજ લુણાવાડામા ૧, સંતરામપુરમાં ૧, કડાણામા ૧ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામી છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરમાંથી ૩ કોરોના કેસ પોઝિટિવ આવી જતા જાણે જીવન થંભી ગયું હોય તેવી અચંબાભરી શાંતિ લુણાવાડા નગરમાં જોવા મળી રહી છે.કોરોના ના કેસો વધવામાં જિલ્લા બહારથી આવેલા અને ધંધા રોજગાર અર્થે બહાર ગયેલા ૪૦૦૦૦ જેટલા અન્ય રાજ્ય અને ગામોમાંથી આવેલા લોકો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નોંધાયેલા કોરોના ના કેસોમા યુવાનોની સંખ્યા વધારે હોવાથી ચિંતામા વધારો થયો છે. જિલ્લામાં ૭૦ %થી વધુ યુવાનો સંક્રમિતથતા અવર જવર ઉપર કડક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.
આશ્ચર્ય ચકિત કરી દે તેવી વાત છે કે પંચમહાલ જિલ્લાના કોરોના પોઝિટિવ કેસો કરતા મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસો બહુ વધારે છે. પંચમહાલમાં હાલ ૮૪ છે ત્યારે મહીસાગરમાં ૧૨૦ છે.
મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર બે દિવસમાં વધુ ર૬ કેસ નોંધાયા

Recent Comments