નડિયાદ, તા.ર
ખેડા જિલ્લામાં આજે પાંચ પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં એક પાલિકામાં કોંગ્રેસના સભ્ય પમૂખ બને છે જ્યારે બે પાલિકામાં અપક્ષ ભાજપના ટેકાથી પ્રમુખ બન્યા છે તેમજ બે પાલિકામાં ભાજપ સભ્ય પ્રમુખ બન્યા છે.
મળતી માહિતી મુજબ મહેમદાવાદ નગરપાલિકામાં બાકીના અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી હતી જેમાં ભાજપના શીલાબેન વ્યાસ પ્રમુખ તરીકે ચૂંટાયા છે જ્યારે ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન વાઘેલા બિન હરીફ બન્યા છે.
મહુધા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ભારે રસાકસી જોવા મળતી હતી કુલ ૨૪ સભ્યો માંથી કોંગ્રેસ પાસે ૬ ભાજપ ૯ તેમજ અપક્ષનો ૯ સભ્ય હતા અપક્ષોના ટેકાથી અઢી વર્ષ માટે ભાજપ સત્તા પર હતી પરંતુ આ વખતે કોંગ્રેસના સભ્યોએ અપક્ષ સાથે બેઠક કરી સત્તા પરિવર્તનની ઝુંબેશ ચલાવી હતી આ ઝુંબેશમાં તેઓ સફળ બન્યા હતા અને બાકીના અઢી વર્ષ માટે કોંગ્રેસ સત્તા પર આવી છે આજે કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે પ્રમુખ પદે મિનાજ બાનું મહંમદ ફિરોજ મલેક જ્યારે ઉપપ્રમુખ પદે સાહિદ ખાન પઠાણ ચૂંટાઈ આવ્યા છે. ચકલાસીમાં ભાજપ કોંગ્રેસના ટેકે સત્તા પર આવી છે પ્રમુખ પદે ભાજપના સંગીતાબેન વાઘેલા જયારે ઉપ પ્રમુખ પદે રાજેશભાઈ વાધેલા ચૂંટાઈ આવેલ છે આં બાબતે ધારાસભ્ય ઇન્દ્રજીતને પૂછતાં જણાવ્યું હતું કે ચકલાસીમાં કોંગ્રેસના ટેકાથી સત્તા બની છે ભાજપે જેને મેંટેટ આપ્યું હતું તે સભ્ય હારી ગયા છે
ચકલાસી પાલિકામાં કોંગ્રેસ ભાજપના સભ્યને પ્રમુખ બનાવી ભાજપમાં જે ગાબડું પાડ્યું છે તે ખરેખર કોગ્રેસ માટે હાલમાં ફાયદા કારક હોવાનુ રાજકીય પડીતો માને છે.
ડાકોર પાલિકા પ્રમુખ પદે અપક્ષના મયુરીબેન વ્યાસ અને ઉપ પ્રમુખ પદે કલ્પેશભાઇ ભટ્ટ ભાજપના ચૂંટાયા છે ખેડા પાલિકામાં પ્રમુખ પદ તરીકે અપક્ષના પ્રિયંકાબેન સોલંકી જ્યારે ઉપ પ્રમુખ ભાનુમતીબેન વાઘેલા ભાજપના ચુંટાઈ આવ્યા છે.
Recent Comments