નડિયાદ, તા.ર૯
મહુધા તાલુકાના નિઝામપુરામાં રહેતા સાજેદાબાનુ પઠાણ અને તેમના સંબંધીઓ ગત તા.ર૭-૧-૧૮ના રોજ રિક્ષા નં.જી.જે.ર૩ એક્સ-૧ર૩પ બેસી અલીણા તરફથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે માહિઆ સીમ નજીક સામેથી આવતી મોટરસાયકલ સાથે રિક્ષા અથડાઈ હતી જેથી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માત સર્જાતા બૂમાબૂમ કરતા આજુબાજુના લોકોએ દોડી જાહેરમાં પડેલ રિક્ષામાંથી મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં રિક્ષામાં બેસેલા સાજેદાબાનુ સુલતાનખાં પઠાણ, નસીમબાનુ અબ્દુલકાદર મલેકને શરીર ઉપર ઈજા થઈ હતી જ્યારે ગંભીર રીતે ઘવાયેલ આયશાબીબી ઐયુબખાન પઠાણ (ઉ.૪પ)નું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ રિક્ષા પલટી ખાતા રિક્ષાચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે સાજેદાબાનું સુલતાનખાન પઠાણની ફરિયાદ આધારે મહુધા પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.