ભાવનગર,તા.રર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસર ગામે રહેતા યુવરાજસિંહ મહિપતસિંહ વાજા (ઉ.વ.ર૬)એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત મોડી રાત્રીના પોતે અને સાહેદ જયદિપસિંહ ઉભા હતા ત્યારે આ જ ગામે રહેતા દિલિપસિંહ બળવંતસિંહ વાજા, સુખદેવસિંહ બળવંતસિંહ વાજા અને ક્રિપાલસિંહ સુખદેવસિંહ જમીનનાં મામલે ચાલતી માથાકુટની દાઝ રાખી પોતાને અને સાહેદ જયદિપસિંહ પર પાઈપ અને લાકડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહુવા પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.