મહુવા, તા.૧૩
મહુવામાં આવતીકાલે અમરેલી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણી રોડ-શો અને પદયાત્રા સહીત કાર્યકમો યોજાશે.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો કામે લાગી ગયા છે ત્યારે મહુવામાં અમરેલી લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી આવતીકાલે તા.૧૪/૪/ને રવિવારે ૧૧ઃ૦૦ કલાકે કોંગ્રેસ પક્ષનું મધ્યસ્થ કાર્યાલય-મહુવાથી રોડ-શો યોજીને જિલ્લા પંચાયતની સિટો નેસવડ, કતપર, ભાદ્રોડ, કળસાર, મોટીજાગધાર, મોટા ખુટવડા સહીત જિલ્લા પંચાયત સીટ પર પદયાત્રા સભાઓ સહીતના કાર્યકમો કરશે.