મહુવા,તા.૩૦
મહુવાના લાતીબજાર વિસ્તારમાં બેલુર વિદ્યાલયની મેજીક છોટા હાથી ગાડીના ચાલકે નશાંની હાલતમાં મહીલા સહિત ચાર બાઇક સવારને અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે.
મહુવા નજીક આવેલી બેલુર વિદ્યાલયની ૧૩ નંબરની સ્કુલ ગાડીનો ચાલક નશો કરીને ગાડી ચલાવતો જેથી અકસ્માત સર્જાયો જેમાં એક મહિલા સહિત ચાર બાઇક ને અડફેટે લિધા. લાતીબજાર વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને શાળા તરફ લઈને જતી વેળાએ અકસ્માત સર્જાયો જેમાં પુજાંબેન શિયાળ નામની મહિલા ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આસપાસના સ્થાનિક લોકોએ ગાડી ચાલકને પોલીસને સોપ્યો હતો. અકસ્માતમાં સદ્‌નસીબે વિદ્યાર્થીઓને કોઇ ઇજા પહોંચી નહોતી વાલીઓમાં પણ શાળા સંચાલકો ભારે રોષ સાથે માંગ છે કે, નશા વાળા ડ્રાઇવરોને નોકરી પર રાખવા ન જોઈએ.
અકસ્માતમાં વિદ્યાર્થીઓને કોઈ પણ નુકસાન થાય તેની જવાબદારી કોની તે પણ સવાલ ઊભો થયો છે.