સુરત, તા.રર
રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વિધાનસભાનો ઘેરાવો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિધાનસભાનો ઘેરાવો કરવા માટે રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી ગયા હતા. સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પણ ૩૨ જેટલા શિક્ષકો મધ્યરાત્રીએ ખાનગી વાહન મારફતે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જો કે, આ વાતની જાણ થઇ જતા મહુવા પોલીસે તમામને ઝડપી પાડી તમામની અટકાયત કરી લીધી હતી. છેલ્લા ઘણા સમયથી રાજ્યના જિલ્લા શિક્ષણ સંઘ દ્વારા સરકાર પાસે પોતાને બે મહાત્વના પડકાર પ્રશ્નો પેન્ડિગ પડ્યા છે. જેમાં ૧૯૯૭થી ૨૦૦૫ સુધીમાં શિક્ષકોને નોકરીને સળંગ ગણવામાં આવે તેમજ જૂની પેન્શન યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા આ માંગો નહીં સ્વીકારાતા રાજ્ય શિક્ષણ સંઘ દ્વારા ૧૦,૦૦૦થી વધુ શિક્ષકોએ ભેગા મળી વિધાનસભાનો ઘેરાવો કરવાનું નક્કી કર્યું હતું.