અમરેલી, તા.ર૧
અમરેલી એસ.ઓ.જી.એ મહુવા તેમજ રાજુલામાં બે બાઈક ચોરી અને વીજપડીમાં જુદી જુદી બે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખેલ છે. ચોરીમાં એસ.ઓ.જી.એ પકડેલ આરોપી મયુર ઉર્ફે મયલો શંભુભાઈ ઉનાવા (ઉ.વ.૨૨, રહે. વીજપડી)ને પકડી પાડેલ છે અને ઉપરોક્ત ચોરીઓ તેણે જ કરી હોવાની કબૂલાત આપેલ હતી. અગાઉ પણ આ શખ્સ ચોરી તથા દારૂ અને મારામારીના કેસમાં પકડાયેલ હતો.