(એજન્સી)
શ્રીનગર, તા.૭
નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાએ મંગળવારે પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને મુક્ત કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, તેને અટકાયતમાં રાખીને ઘરમાં ખસેડવું એક છળ છે. પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયતમાં લેવામાં આવેલા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબાને મંગળવારે હંગામી જેલમાંથી અહીં ગુપ્કર રોડ પરના તેમના નિવાસ સ્થાન ‘ફેરવ્યુ’માં ખસેડવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના મુખ્ય પ્રવક્તા જુનૈદ અઝીમ મટ્ટુએ જણાવ્યું હતું કે, મહેબૂબાની સતત અટકાયત, જેકેપીસીના અધ્યક્ષ સજ્જાદ લોન, જે નજર કેદ હેઠળ છે અને અન્ય મુખ્ય પ્રવાહના રાજકારણીઓની અટકાયત “સરમુખત્યારશાહી” વલણ છે. એમણે કહ્યું કે, તેઓ ૮ મહિનાથી અટકાયતમાં છે. મીડિયા, સંબંધીઓ અને તેમના સાથીઓને મળવાની એમને મંજૂરી નથી. તેમણે ટ્‌વીટર પર લખ્યું હતું.