(એજન્સી) શ્રીનગર, તા.૧૩
દેશના મુખ્યમંત્રીઓએ ચૂંટણીમાં ઉમેદવારી સમયે આપેલા સોગંદનામા અનુસાર થયેલા આકલન મુજબ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંંત્રી પાસે માત્ર પપ લાખની સંપત્તિ છે. ર૯ રાજ્યો અને ર કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંંત્રીઓની સંપત્તિનું આકલન કરાયું હતું. જેમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સરકાર પાસે ર૬ લાખ, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પાસે ૩૦ લાખ અને કાશ્મીરના મુખ્યમંત્રી પાસે પપ લાખની સંપત્તિ તેમના સોગંદનામામાં દર્શાવાઈ છે. પપ% જેટલા મુખ્યમંત્રીઓ પાસે ૧થી ૧૦ કરોડની સંપત્તિ છે. જ્યારે ૧૯% પાસે ૧ કરોડથી ઓછી સંપત્તિ છે. સૌથી આમિર મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાઈડુ ૧૭૭ કરોડની સંપત્તિ ધરાવે છે. બીજા સ્થાને પેમા ખંડૂ (અરૂણાચલપ્રદેશ) ૧ર૯ કરોડ ત્રીજા સ્થાને અમરિન્દરસિંગ (પંજાબ) ૪૮ કરોડની સંપત્તિ ધરાવે છે.