મોસાલી, તા.૧૬
કેવડીકુંડ ગામે નિશાળ ફળિયામાં રહેતાં, મુકેશભાઈ વેચાણ વસાવાનાં મકાનમાં આજ ગામનાં કૌશિક બીપીન વસાવા, જીતુભાઇ સોનજી વસાવા, શેલેશભાઈ છત્રસિંહ વસાવા, બાબુભાઇ ગામતાભાઈ વસાવા, અજીત બાબુ વસાવા, રીપીન ઉર્ફે બીપીન વસાવા, ધર્મેશ બાબુ વસાવા, તથા અન્ય બીજા શખ્સો આ તમામ આરોપીઓએ એક બીજાની મદદગારી કરી, એક સંપ થઈ ગુનાહિત કાવતરૂ રચી, પોતાનો ઈરાદો પાર પાડવા માટે મુકેશભાઈ વસાવાનાં મકાનમાં ગુનાહિત અપ પ્રવેશ કરી મુકેશભાઇનાં પત્ની નામે શકુંતલાબેનની બદ ઈરાદાથી લાજ લેવાનો પ્રયત્ન કરી, પતિ-પત્નીને લાકડાનાં સપાટાથી માર મારી, ગંભીર ઇજાઓ કરી, મુકેશભાઈની માલિકીની ઇકો ગાડી જી.જે.-૧૬-બી.કે.-૧૮૮૬નો આગળનો કાચ તથા ચાલક બેસે તે સાઈડનો બારીનો કાચ તોડી નુકશાન કર્યું છે. આ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, આ બંનેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે માંગરોળ પોલીસે બારડોલી જઈ આ ફરિયાદ લઈ ઉપરોક્ત સાત તથા અન્ય શખ્સો સામે એફ.આઇ.આર. દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.