માંગરોળ, તા.૩
ઝાખવાવા ગામે જેગારધામ ઉપર રેડ કરતાં સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલને મળેલ બાતમીના આધારે, ગઈ કાલે મોડી સાંજે, માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે રેલવે સ્ટેશન સામે સરકારી મકાનો પાછળ ખુલ્લી જગ્યામાં રેડ કરતાં ત્યાંથી સાત શખ્સો ઝડપાઇ ગયા હતા, પોલીસે સ્થળ ઉપરથી ૯૭૧૦/૦૦ રોકડા, સાત મોબાઈલ જેની કિંમત ૪૫૦૦/૦૦, રૂપિયા મળી કુલ ૬૪,૨૧૦/૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી, જે સાત શખ્સો ઝડપાયા છે એમાં સાહીલ સહીલ મુલતાની, નટુભાઈ દશરથ વસાવા, અમીન રવજીભાઈ વસાવા, રૂપસિંગ રંગજી વસાવા, પંકજ કનું વસાવા, પરેશ ભાઈલાલ ભાઈ સોલંકી મુકેશ મૂળજી વસાવાનો સમાવેશ થાય છે, જ્યારે વરલી મટકાનો જુગાર આંકડો ચલાવતા ખુમાનસિંગ દુર્લભ ચૌહાણ તથા ધંધો ચલાવનાર સાદીક માનસા મૂળતાનીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસની રેડ જોઈ જુગારધામ ઉપરથી ભાગી ગયેલા અન્ય શખ્સોના નામ અને સરનામાની ખબર ન હોય એવું F.I.R.માં જણાવ્યું છે. વિજીલન્સ ટીમે SRPનાં જવાનોને સાથે રાખી રેડ કરી હતી.