માંગરોળ, તા.૪
માંગરોળ તાલુકાના ભીલવાડા ગામે એક પરિણીત મહિલા પોતાના ત્રણ સંતાનો સાથે એના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનો બનાવ બન્યો છે. આ પ્રશ્ને પરિણીતાના પતિ દિપક ઉક્કડ વસાવા, રહેવાસી ભીલવાડાએ માંગરોળ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી પત્ની નામે જશોદા (નામ બદલ્યું છે)ને વાલીયા તાલુકાના સીલુડી ચોકડી ખાતે આવેલ કિષ્નનગર ખાતે રહેતા રાકેશ રમેશ વસાવા સાથે છેલ્લા થોડા સમયથી પ્રેમસંબંધ હતો. આ અંગે તેણીને અનેકો વખત સમજાવી હતી છતાં પત્ની માની ન હતી. આખરે મારા ત્રણ સંતાનો સાથે રાકેશ વસાવા સાથે ચાલી ગઈ છે. તેણીની શોધખોળ કરતા આજદિન સુધી મળી આવેલ નથી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે મને ડર અને ભય છે કે એમનું જીવન સુખી કરવા મારા ત્રણ સંતાનોને મારી નાખે કે વેચી મારે એવો ભય છે. વળી મારા ત્રણે સંતાનો અભ્યાસ કરતા હોય, એમનો અભ્યાસ પણ બગડે એમ છે. જેથી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.