માંગરોળ, તા.ર
માંગરોળ તાલુકાના સીયાલજ ગામની સીમમાંથી ગેસ તથા ઓઈલની પંદર જેટલી ટાંકીઓ, સીયાલજ ગામના મેપાભાઈ રાહાભાઈ શિયાળીયા જાતે ભરવાડ ચોરીને લઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે દાખલ થઈ છે. આ ટાંકીઓની કુલ કિંમત ૪પ લાખ, ર૩ હજાર રૂપિયા થાય છે.
માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ મથકે દ્વારિકા પ્રસાદ ઉર્ફે નન્કુભાઈ રામમુરાદ દુબે, ગોધરા, જિદાહોદે ફરિયાદ નોંધાવી, ફરિયાદમાં જણાવ્યું છે કે મે વેસ્ટર્ન રેલવે વડોદરા ખાતેથી ટેન્ડર ભરીને સ્ક્રેપનો માલ ખરીદ્‌યો હતો જેમાં ઓઈલ તથા ગેસની ટાંકીઓ નંગ-પંદર, જેમાં સાત ગેસ કેપ્સુલ ટાંકીઓ જેની કિંમત રપ લાખ, પપ હજાર રૂપિયા તથા આઠ ઓઈલ ટાંકીઓ જેની કિંમત ૧૯ લાખ, ૬૮ હજાર રૂપિયા મળી કુલ પંદર ટાંકીઓની કિંમત ૪પ લાખ, ર૩ હજાર રૂપિયા થાય છે. આ ટાંકીઓ સીયાલજ ગામની સીમમાં, તુલસી હોટલની પાછળ આવેલ બ્લોક નંબર-ર૩૩, ર૩૪, ર૩પ વાળી જમીન ઉપર મૂકેલી હતી. ગઈ તા. ૬ મે ર૦૧૮થી તા.૩૦ મે ર૦૧૮ દરમ્યાન દરેક વખતે સીયાલજ ગામે રહેતા મેપાભાઈ રાહાભાઈ શિયાળીયા, જાતે ભરવાડ, મને જાણ કર્યા વિના કે મારી મંજૂરી લીધા વિના ચોરીને લઈ જવામાં આવેલ છે. આ બનાવ સંદર્ભે ફરિયાદી દ્વારીકા પ્રસાદ દુબેએ આજે તા.ર જૂન ર૦૧૮ના ૧પઃ૧પ કલાકે, કોસંબા પોલીસ મથકે આપતા, પોલીસે તહોમતદાર મેપાભાઈ શિયાળીયા વિરૂદ્ધ ગુના રજી.નં.૧માં ૯૯/ર૦૧૮થી એફ.આઈ.આર. દાખલ કરી છે. આ બનાવની તપાસ પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યા છે.