જુનાગઢ, તા.૩
માંગરોળ બંદર ઝાપા વિસ્તાર તકદીર ટ્રાન્સપોર્ટ ખાતેથી માંગરોળ પોલીસે કીંગ ફીશર બીયર પેટી નંગ ૨૦ તથા બીયરના ડબલા ૪૮૦ સહિત કુલ ૪૮૦૦૦નો વિદેશી દારૂ માંગરોળ પોલીસે ઝડપી લીધો હતો. આ માલ જામનગર વિરાણી મેનસન દિગ્વીજય પ્લોટ નં.૫૪માં રેહતા ભકકડ હિરેનભાઈ શંકરનું હોવાનું ખુલવા પામેલ છે. આ બનાવની વિગત એવી છે કે, માંગરોળ મદદનીશ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ બાતમી આધારે ટ્રાન્સપોર્ટ મારફતે બહારથી મંગાવેલ બીયર પેટી ૨૦, બીયર ટીન નંગ ૪૮૦ કિંમત રૂ.૪૮૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરેલ, આ કામગીરીમાં પી.એસ.આઈ. આર.જે.રામ, એ.એસ.આઈ. એન.આર.વાઢેર, પો. કોન્સ કેતનભાઈ મકવાણા, ઇરફાનભાઈ રૂમી, દિલાવરભાઈ મોરી, રાજુભાઇ વાઢેર અને હાર્દિકભાઈ ભરડા રહેલ હતા. માલ મંગાવનારના દસ્તાવેજી પુરાવા આધારે એ.એસ.આઈ. એ.એન.વાઢેરે આગળની તપાસ હાથ ધરી છે. બુટલેગરે નવો નુસ્કો અજમાવી ટ્રાન્સપોર્ટ દ્વારા દારૂનો જથ્થો મંગાવતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી.