માંગરોળ, તા.૧૩
માંગરોળ ખાતે કાર્યરત ડી.જી.વી.સી.એલ. કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં ૨૫ થી ૩૦ જેટલાં ગામોમાં વહેલી સવારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડની વિજીલન્સ ટીમોએ રેડ કરતાં ૧૨૪ જેટલાં શખ્સો વીજ ચોરી કરી રહ્યા હોવાનું જણાતાં આ શખ્સોને અંદાજે તીસ લાખ રૂપિયાનાં દંડ સહિતનાં પુરવણી બીલો પકડાવવામાં આવ્યા છે.સૂત્રો પાસેથી મળેલી માહીતી મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડની વિજીલન્સ ટીમે વહેલી સવારે માંગરોળ તાલુકાનાં વડોલી, વાંકલ, બોરસદ, ડેગડીયા, વસરાવી, વેરાકુઇ, રતોટી, નાંદોલા, ઇશનપુર, વડ, ઝંખવાવ સહિત ૨૫ થી ૩૦ ગામોમાં રેડ કરી હતી, અંદાજે ૨૫૦૦ થી વધુ વીજ જોડાણો ચેક કરતા ૧૨૪ જોડાણોમાંથી વીજ ચોરી થતી હોવાનું પકડી પાડી કુલ તીસ લાખ રૂપિયાનો આવ્યો છે. ફટકારવામાં જેને પગલે આ ગામોની પ્રજામાં ભારે નારાજકી ફેલાઈ છે.