મૂળ યુપીના યુવાનના કોઈ સગાસંબંધી સલાયામાં રહેતા ન હોવાથી પાડોશી મુસ્લિમોએ હિન્દુ રીત રિવાજ મુજબ મૃતકની અંતિમક્રિયા કરી

 

માંડવી, તા.૬

રાજકીય નેતાઓ પોતાની રોટલી શેકવા કોમ કોમ વચ્ચે નફરતનું ઝેર ફેલાવે છે પરંતુ દેશના સમજુ અને શાણા નાગરિકો તેમની મેલી મંશાને બર આવવા દેતા નથી. જેથી દેશમાં રાજ્યમાં કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે છે. દેશના હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારતીયો એકબીજા સાથે પરસ્પર પ્રેમ અને ભાઈચારાની ભાવનાથી હળીમળીને રહે છે. જેથી શાંતિનું વાતાવરણ જોવા મળે છે. કોમી એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવતો કિસ્સો કચ્છ પંથકના માંડવીના સલાયા વિસ્તારમાં બન્યો છે. જેમાં પરપ્રાંતિય હિન્દુ યુવાનની અંતિમક્રિયા મુસ્લિમ પરિવારે કરતા માનવતાની મહેક પ્રસરી હતી. મૂળ ઉત્તરપ્રદેશના મહોળો જિલ્લાના કબરાઈઆ ગામનો રહેવાસી સિદ્ધાર્થ રામલાલ(ઉ.વ.૪પ) જે છેલ્લા રર વર્ષથી સલાયા વિસ્તારમાં રહેતા હતા. જેમના બાજુમાં મુસ્લિમ પરિવાર રહેતો હતો. જેઓ વચ્ચે ગાઢ અને અતૂટ સંબંધો હતા. તેઓ હળીમળીને રહેતા હતા. દરમ્ફાન સિદ્ધાર્થનું મૃત્યુ થતા તેની અંતિમક્રિયાનો પ્રશ્ન .ઠ્યો હતો. કેમ કે તેમના કોઈ સગા સંબંધી અહીં રહેતા ન હતા. જેથી પાડોશી મુસ્લિમ પરિવારે તેમની અંતિમક્રિયા હિન્દુ ધર્મના રિતરિવાજ મુજબ કરવાનું નક્કી કરી વાધેર સમાજના મુસ્લિમ ભાઈઓએ શાસ્ત્રોકિત વિધીથી તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ કાર્યમાં વાધેર સમાજના પ્રમુખ અબ્દુલભાઈ મોરિયા, યાકુબ તૈયબ…. હમીદ અનવર મોરિયા, અલીમભાઈ સહિતના લોકો જોડાયા હતા એમ અકબર મંધરાએ એક યાદીમાં જણાવ્યું હતું.