(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૭
સુરત જિલ્લાના માંડવી ટાઉન સોની ફળિયા અન્નપૂર્ણા જ્વેલસની દુકામાંથી નજર ચૂકવીને વિમલના થેલામાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂા. ૩.૫૦ લાખની ચોરી કરી મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતોપોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી ટાઉનના સોની ફળિયામાં પરેશભાઈ નવીનભાઈ પારેખ રહે છે. તેની જ્વેલર્સની એક દુકાન સ્ટાર કોમ્પલેક્ષમાં આવેલી છે. ગત રોજ તેમની દુકાનમાં પુત્ર નિલ પારેખ વિમલના થેલામાં પ્લાસ્ટિકના ૮ ચોરસ ડબ્બામાં સોના-ચાંદીના દાગીના તથ ર નંગ પ્લાસ્ટિકના ડબ્બામાં ચાંદીના દાગીનાં, સાંકળા, મંગળસૂત્ર, ડોકીયા, ઝુડે લક્કી, કિંમત રૂ. દોઢ લાખ અને સોનાના દાગીના વીટી, બુટ્ટી, કડી પેન્ડલ, લટકણીયા મળી કુલ્લે ર લાખ મળી કુલ્લે ૩.૫૦ લાખની ચોરી કરી મોટરી સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતાં.જ્વેલર્સના માલિકે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોેંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.