એડીલેડ, તા.૨૦
ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમાં શરમજનક પરાજય બાદ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ટીમ ઈન્ડિયાની મજાક ઉડાવી હતી, ત્યારબાદ ભારતીય ચાહકોએ તેને ટિ્‌વટર પર બરાબરનો ટ્રોલ કર્યો છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ભારતની હારની શરમજનક રીતે ટીકા કરી છે અને ટીમની સાથે સાથે દેશની મજાક ઉડાવી છે. તેણે ભારતીય ટીમની મજાક ઉડાવતા પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જે કોઈ ભારતીયને ગમશે નહીં. એટલું જ નહીં, તે ભારતીય પ્રશંસકોની મજાક ઉડાવવામાં કઇ બાકી રાખતા નથી.
ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમના શરમજનક હાર બાદ માઇકલ વોને ધોની અને તેની ટીમને મજાક કરતા સફેદ ધ્વજની તસવીર પોસ્ટ કરી છે અને એમ પણ લખ્યું છે કે હવે આ ભારતનો નવો ક્રિકેટ ધ્વજ હશે. એટલું જ નહીં, વોને ભારતીય પ્રશંસકોની મજાક પણ ઉડાવી હતી વોને લખ્યું, “ભારતીય ક્રિકેટ ચાહકોનું જે થયું તેને સ્વીકારો. તમારી ટીમે સારૂ પ્રદર્શન નથી કર્યું. વોને મેચ પછી સતત ટ્‌વીટ કરીને પણ તેની મેચ દરમિયાન પણ તેની દેશની ટીમ અને ભારતીય ટીમની મજાક ઉડાડી હતી. જ્યારે ભારતીય ટીમ ઓવલ ટેસ્ટ હારી જવાના આરે હતી, ત્યારે વોને ટવીટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું કે, ગ્રેટ ઇંગ્લેંડ. ભારત (ટીમ ઈન્ડિયા) એ આવતીકાલે ફરવા માટે તેની ટિકિટ બુક કરાવી છે. આ સિવાય સાઉથૈમ્પટન અને ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટ જીત્યા બાદ વોને ટ્‌વીટ કરીને ભારતની મજાક ઉડાવી હતી. તે ટિ્‌વટમાં તેણે લખ્યું કે, “ઇંગ્લેન્ડ પાટા પર પાછું આવશે પરંતુ વાસ્તવિક નિર્ણય આવતા વર્ષે વર્લ્ડ કપ અને એશિઝ સિરીઝમાં જોવા મળશે. આ ભીડ સામે નહીં, જેમણે પહેલેથી જ હાર સ્વીકારી લીધી છે. આ ટ્‌વીટ પછી ભારતીય પ્રશંસકો ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પર બરાબરના બગડ્યા હતા અને ટ્‌વીટ કરીને વળતા જવાબ આપ્યા હતા. ભારતીય પ્રશંસકો આ રીતની ટીમ સાથેની મજાક સાંખી ન લે તે સ્વાભાવિક છે.