વફાદારીનું બીજું નામ એટલે શ્વાન. પાલનપુર શહેરના ગુરૂનાનક ચોકવિસ્તારમાં શર્માભાઈ વહેલી સવારે જુદા જુદા અખબારો વેચવાનું કામ કરે છે જ્યાં છેલ્લા કેટલાં વર્ષથી એક ડાબા પગ કપાયેલો શ્વાન રોજ સવારે આવી જાય છે જેને શર્માજી થોડું બિસ્કિટ ખવડાવી દૂધ પીવડાવી પોતાનો ગલ્લો સોંપી અખબારોની ગોઠવણીમાં લાગી જાય છે. તેવામાં શ્વાન સતત ગલ્લા પર ધ્યાન રાખે છે અને ગ્રાહકો જાતે જ પૈસા મૂકી દે છે. ક્યારેક વધુ પૈસાના બદલામાં ગ્રાહક બાકીના પૈસા પરત લે છે. તે સમયે સ્વંય બુદ્ધિનું ઉપયોગ કરી ગ્રાહકની ઓળખ કરી તે કરડતો નથી. જેના લીધે તે ગ્રાહકોનો માનીતો બની ગયો છે.