જૂનાગઢ,તા.રપ
માણાવદર ખાતે રહેતાં યુવાનને તેના માતા-પિતાએ લગ્ન કરવાની ના પાડતાં ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર માણાવદરના શ્રીરામ જીનીંગ મિલ ખાતે અને મૂળ આવડી, તા.સુલતાનપુર, જિ.રાયસેન મધ્યપ્રદેશના મહેશભાઈ લાલસિંહભાઈ સોલંકીને તેમના બાજુના ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે મૃત્યુ પામનારના માતા-પિતાએ લગ્ન કરવાની ના પાડતાં આ બાબતે મૃત્યુ પામનાર મહેશભાઈ સોલંકીને લાગી આવતાં તેમણે ગળાફાંસો ખાઈ લેતાં તેમને સારવાર માટે માણાવદર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કરેલ હતાં.