અમદાવાદ,તા.૧૪
અનલોક દરમ્યાન રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ કોરોના મહામારીના સંક્રમણને ઘટાડવા સોના-ચાંદીના દાગીના એસોસિએશન દ્વારા અમદાવાદના માણેકચોક બજારના સમયમાં બે કલાકનો ઘટાડો કરાયો છે. મળતી માહિતી મુજબ રાજયમાં કોરોના વાયરસનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે આ કોરોના સંક્રમણને ધ્યાને લઈ અમદાવાદમાં આવેલા માણેકચોક બજારના સમયમાં બે કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. માણેકચોક સોના-ચાંદીના દાગીના એસોસિએશન દ્વારા સવારના ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બજાર ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે અને સીત્તેર વર્ષથી વધારે ઉંમરના વ્યકિતને બજારમાં આવવા મનાઈ ફરમાવી છે. દરેક વેપારીઓએ માસ્ક, સેનિટાઈઝર અને દરેક વ્યકિતથી સામાજિક અંતર રાખવા અનુરોધ કરાયો હતો.