અમદાવાદ, તા.રર
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જે કિસ્સો જાણીને તમે પણ ચોંકી જશો. અમરાઈવાડી વિસ્તારમાં એક ૩૭ વર્ષની મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે અને જે મહિલાની હત્યામાં પોલીસે ૩ લોકોની અટકાયત પણ કરી છે. પોલીસે મહિલા સાથે ૩ વર્ષથી સાથે રહેતા ગિરીશ, મરનારની ૨ પુત્રીઓને પકડી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય ભેગા મળી રંજનાબેનની હત્યા કરી દીધી છે અને જેની પાછળનું કારણ આ લોકોને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું છે કે, રંજના બેનના ચરિત્ર પર શંકા હતી અને જેના કારણે તેમને આવું કર્યું છે. મળતી માહિતી પ્રમાણે રંજના બેનના પહેલાં લગ્નમાં ૨ પુત્રી અને એક પુત્ર હતો અને ત્યાર બાદ તેને પતિ સાથે છૂટાછેટા લઈ ગિરીશ સાથે રેહતી હતી. નોંધનીય છે કે, રંજના અને ગિરીશ વચ્ચે પ્રેમ સંબંધ હતો કારણ કે, બંનેના લગ્ન થયા નહતા છતાં એક પુત્રીને તે લોકોએ જન્મ આપ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પ્લાન મુજબ ગિરીશ ઘરની બહાર હતો અને રંજનાની સુવાની રાહ જોઈ રહ્યા હતા. રંજના બેન સૂઈ ગયા ત્યાર બાદ રંજનાની મોટી પુત્રીએ મેસેજ કરી ગિરીશને બોલાવ્યા અને ત્યાર બાદ તે લોકો મળીને દુપટ્ટા વડે હત્યા કરી નાખ્યું. ત્યાર બાદ ઝેરી દવા પણ રંજના બેનને પીવડાવી દીધી હતી. મહત્ત્વની વાત તો એ છે કે હત્યા કર્યા બાદ તે લોકોએ પોલીસને ફોન કરી બોલાવ્યા અને કોઈએ રંજના બેનની હત્યા કરી નાખી છે. તેમ જણાવ્યું પરંતુ પોલીસને શંકા થઈ અને પોલીસે તપાસ શરૂ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવી ગયો.