સુરત, તા.૨૯
રામપુરા કડીયાશેરીમાં દોઢ મહિના પહેલા માથાભારે અશરફ નાગોરી અને મહેતાબ ભૈયા ગેદ્વગ વચ્ચે થયેલી બબાલમાં સામસામે ગોળીબાર થયો હતો જેમાં એક જણાને પગમા ગોળી વાગી હતી. પોલીસે બનાવ અંગે સામસામે ગુનો દાખલ કરી જેતે સમય અશરફ નાગોરી સહિતના આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગઈકાલે મહેતાબ ઉર્ફે ભૈયાના ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.
લાલગેટ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રામપુરા પસ્તાગીયા શેરીમાં રહેતા માથાભારે અશરફ ઈસ્માઈલ નાગોરી ગત તારીખ ૧૨મી જાન્યુઆરીના રોજ રાત્રે અગિયાર વાગ્યે રામપુરા કડીયાશેરી પાસે મિત્રો સાથે બેઠો હતો ત્યારે માથાભારે મહેતાબ ઉર્ફે મહેતાબે ભૈયા અહેસર શેખ તેનો ભાઈ હાસીમ ભૈયા સાગરીતો સાથે આવી હુમલો કરી ફાયરિંગ કયું હતુ. સામસામે થયેલા ફાયરિંગ અને હુમલામાં મહેતાબ ભૈયાને પગમાં ગોળીવાગી હતી. બનાવ અંગે પોલીસે અશરફ નાગોરી અને મહેતાબ ભૈયાની સામસામે ફરિયાદ ગઈ ગુના દાખલ કર્યા હતા.,ફરિયાદમાં બંને જણાએ જણાવ્યું હતું કે અસરફ નાગોરીએ તેના ઉપર કાલા જાદુ કયું છે જે અંગે બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ અશરફ નાગોરીએ તેના માણસો મારફતે મહેતાબના ઘરે અને તેના સાળા એજાજ ઉર્ફે લાલુ વારસીની ઓફિસમાં મોકલી હેરાન પરેશાન કરતો હતો જે અંગે ફોન પર પણ બંને વચ્ચે ગાળાગાળી કરતા મહેતાબે તેના ભાઈ સાથે રામપુરા કડીયાશેરીમાં જતા અશરફ નાગોરીએ સાગરીતો સાથે ધાતક હથિયારથી હુમલો કર્યો હતો. અશરફ નાગોરીએ સાગરીતો સાથે વળતો હુમલો કરી હાસીમની હત્યા કરવા માટે તેના પણ ફાયરિંગ કરતા મહેતાબ ભૈયા તેને બચાવવા માટે આગળ આવી જતા પગમાં ગોળીવાગી હતી. પોલીસે જેતે સમયે અશરફ નાગોરી સહિત કેટલાક આરોપીની ધરપકડ કર્યા બાદ ગઈકાલે મહેતાબ ભૈયાની ભાઈ હાસિમ ઉર્ફે ભૈયા એહરાર શેખ અને સલીમ રઝાક શેખની ધરપકડ કરી હતી.