(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૧
અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત પાંચ જિલ્લામાં ગુના આચરતી ટોળકી બનાવી હત્યા, હત્યાની કોશિશ, અપહરણ, ખંડણી, મિલકતો પચાવી પાડવી, ઊંચા વ્યાજે નાણા ધીરધાર કરી કડક ઉઘરાણી કરી દહેશત ફેલાવનાર તેમજ આંતરરાજ્ય તસ્કરીમાં સંડોવાયેલા મહિલા ઢોન સોનુ ડાંગર આપણી ટોળકી સહિત નવ શખ્સો સામે એલ.સી.બી. અમરેલી દ્વારા ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝની કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવતા ભારે ચકચાર જાગેલ હતી. પ્રાપ્ત વિગત મુજબ અમરેલી એસ.પી. નિર્લિપ્ત રાય દ્વારા સમાજમાં ખુલ્લેઆમ ગુના આચરી દહેશત ફેલાવનારા માથાભારે તત્ત્વોને કાનુના સકંજામાં સપડાવવા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરેલ હતી. જેમાં કાનુનને કોરાણે મૂકી હત્યા, જેવી ઘટનાને ખોફનાક અંજામ આપી સમાજમાં ખુલ્લેઆમ ફરી રહેલ ટોળકીના (૧) શિવરાજ ઉર્ફે મુન્નવ રામકુભાઈ વિછિયા રે.રબારીકા, (ર)શૈલેષ નાથાભાઈ ચાંદુ રે.દોલતી(૩) દાદેશ ઉર્ફે દાદુનાથાભાઈ રહે.દોલતી(૪) અશોક જૈતાભાઈ બોરીચા રે.લુવારા(પ) બાલસીંગ જૈતાભાઈ બોરીચા(૬) વનરાજ મંગળભાઈ વાળા રે.નાનીધારી(૭) નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ સુરગભાઈ ખુમાણ રે.સેંજળ (૮) ગૌતમ નાજુકભાઈ ખુમાણ અને (૯) સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઈ ડાંગર રે.રાજકોટ સહિતની સંગઠિત ગુના આચરતી ટોળકી દ્વારા પાંચ જિલ્લામાં કાનૂનના કોઈ પ્રકારના ડર વગર અતિ ગંભીર ગુના આચરવા તેમજ ગંભીર ગુનાઓના કાવતરા રચી આંતરરાજ્ય તસ્કરીમાં પણ કાર્યરત હોવાનું જણાઈ આવતા અમરેલી એલ.સી.બી.પી.આઈ. ખુદ ફરિયાદી બની તમામ નવા આરોપીઓની ટોળકી સામે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ (જી.સી.ટી.ઓ.)ની અલગ અલગ પાંચ જેટલી કલમો હેઠળ સાવરકુંડલા તાલુકા પોલીસમાં ગુનો નોંધવામાં આવેલ. તપાસ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી દ્વારા કરવામાં આવી રહેલ છે.