(એજન્સી) તા.૩
થોડાક દિવસો પહેલા એક વીડિયો ઘણો વાયરલ થયો હતો. એક મહિલાનો મૃતદેહ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પડ્યો હતો. તેનું એક નાનું બાળક આ વાતથી અજાણ હતું કે તેની માનું મોત નિપજી ચૂક્યું છે. આ અજાણતામાં તે મૃતદેહને નાની ચાદરથી ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વીડિયો વાયરલ થયો તો જાણવા મળ્યું કે મહિલા એક પ્રવાસી મજૂર હતી. દરેકના મનમાં તે બાળક માટે સહાનુભૂતિ આવી. આ લોકોમાં બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન પણ સામેલ હતા. તેમણે આગળ આવીને હવે આ બાળકની મોટી મદદ કરી છે.
શાહરૂખના મીર ફાઉન્ડેશને બાળક અને તેની દાદીની સાથે એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું ‘મીર ફાઉન્ડેશન તે બધાનો આભાર વ્યક્ત કરે છે. જેમણે આ બાળક સુધી પહોંચવામાં અમારી મદદ કરી. આ બાળકનો તે વીડિયો જેમાં આ પોતાની મૃત માને ઉઠાવવાનો પ્રયાસ કરે છે. ખૂબ જ દુઃખદ હતો. હવે અમે આ બાળકને સપોર્ટ કરી રહ્યા છે, જે આ સમયે પોતાના ગ્રાન્ડફાધર પાસે છે.
તેની સાથે જ બાળકના પરિવારનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકના દાદા આ કહી રહ્યા છે કે શાહરૂખ ખાને તેમને બે લાખ રૂપિયાની મદદ કરી. હવે દરેક વ્યક્તિ શાહરૂખની પ્રશંસા કરી રહી છે. તેમને ભારતની શાન કહી રહી છે.
શાહરૂખ ખાન પણ તે સેલિબ્રિટીમાં સામેલ છે જે કોરોનાથી લડવા માટે દેશની મદદ કરી રહ્યા છે. તેમણે અનેક રિલીફ ફંડમાં ડોનેશન આપ્યું છે. દાડીયા મજૂરોને આર્થિક મદદ પણ આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના હેલ્થ કેર વર્કર્સને પ૦૦૦૦ પીપીઈ કિટ આપવાની પણ જાહેરાત કરી હતી. પોતાની ત્રણ માળની ઓફિસને ક્વોરન્ટાઈન સેન્ટર બનાવી બીએમસીને આપી હતી. ત્યાં સોનુ સુદે પ્રવાસી મજૂરોને બસોથી તેમના ઘર પહોંચાડ્યા છે.