(સંવાદદાતા દ્વારા)
સિદ્ધપુર, તા.૧૦
MCCના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું કે, માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી (MCC) પાછલા ઘણા સમયથી રાજ્યમાં લઘુમતી સમુદાયના વિકાસ અને રક્ષણ માટે લઘુમતી કલ્યાણ મંત્રાલય, લઘુમતી આયોગ, બજેટમાં નક્કર જોગવાઈ, લઘુમતી વિસ્તારોમાં ૧ર ધોરણ સુધીની શાળા જેવી માંગો ઉઠાવી રહી છે. સરકાર ૧૧.પ% લઘુમતી સમુદાય સાથે સતત અન્યાય કરી રહી છે. ભારત સરકાર દ્વારા સંયુકત રાષ્ટ્ર સંઘમાં આપેલા વચન, ભારતના બંધારણમાં લઘુમતી સમાજ માટેની જોગવાઈ પણ ગુજરાતની સરકાર નથી નભાવતી. ગુજરાતમાં લઘુમતી સમુદાય ડરમાં જીવી રહ્યું છે. હવે તો ભેંસ લઈ જતા પણ તથા કથિત ગૌરક્ષકો જાનલેવા હુમલાઓ કરી ઉઘરાણી કરે છે. આ સરકાર બેટી બચાવો-બેટી પઢાઓનો જુઠ્ઠો નારો લગાવે છે પણ ગુજરાતમાં મુસ્લિમ સમુદાયની છોકરીઓ ૧-પ ધોરણમાં ૧૦.પ૮% ડ્રોપ આઉટ થઈ રહી છે છતાં પણ સરકાર તેની ઉપર કોઈ નક્કર કામગીરી નથી કરી રહી. લઘુમતી સમાજની ફરિયાદ સંભાળવા માટે દેશમાં લઘુમતી આયોગ છે તો ગુજરાતમાં કેમ નહીં ? આ બાબત દેખીતા ભેદભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે. ગુજરાતમાં લઘુમતી સમુદાયને એ અધિકારો પણ નથી મળી રહ્યા જે બીજા રાજ્યોને પ્રાપ્ત છે. મુજાહિદ નફીસ દ્વારા માયનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી (MCC))ની ૧૦ માંગો જણાવવામાં આવી (૧) રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય (વિભાગ)ની સ્થાપના કરવામાં આવે. (ર) રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમની ફાળવણી કરવામાં આવે. (૩) રાજ્યમાં લઘુમતી આયોગ રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે.
માયનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા લઘુમતી અધિકારી દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સંમેલનનું આયોજન

Recent Comments