(એજન્સી) નવી દિલ્હી, તા.૮
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી દ્વારા ર૦૧૯માં આગામી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કરવાની જાહેરાતની સાથે જ તેમની સામે સીબીઆઈની તપાસનો હુકમ આપ્યો હતો. ર૦૧૦-૧૧ના એકડેટીંગ કેસની તેમની સામે સીબીઆઈ તપાસ શરૂ થઈ હતી. ર૦૧૧માં યુપીમાં ર૧ જેટલી સરકારી સુગર મિલોનું ડીસઈન્વેસ્ટમેન્ટ કરવાના નિર્ણય બાદ સુગરકાંડ સર્જાયું હતું. જેના કારણે સરકારને ૧૧૭૯ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તાત્કાલિન મુખ્યમંત્રી માયાવતીએ સરકારી સુગર મિલોને સસ્તા દામમાં વેચી દીધી હતી. ર૧ મિલો વેચી હતી જેમાં ૧૦ મિલો ચાલુ હાલતમાં હતી. યોગી સરકારે આ કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપી બોગસ કંપનીઓએ ખોટા દસ્તાવેજોના આધારે ૭ બંધ પડેલ મિલો દેવરિયા, બરેલી, લક્ષ્મીગંજ, હરદોઈ, રામકોલા, ચીટ્ટાઉની અને બારાબંકી ખરીદી હતી. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, માયાવતી સામે સીબીઆઈની તપાસ એક રાજકીય તરકટ છે. સપા-બસપાની ગોરખપુર-ફૂલપુર સીટો પર જીત બાદ ભાજપ દ્વારા સીબીઆઈ તપાસોના નામે બન્નેની એકતા તોડવા પ્રયાસ કરે છે. બસપાના નેતાએ દાવો કર્યો કે વિરોધાભાસી સ્થિતિ અને સીબીઆઈ તપાસ છતાં બહેનજી ભાજપ વિરોધી મોરચા માટે કામ કરશે.