(એજન્સી) તા.૨૨
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ભારતને ટ્રમ્પ આર્ગેનાઇઝેશન માટે એક મહત્વનું માર્કેટ હોવાનું જણાવ્યું હતું પરંતુ તેમણે જણાવ્યું હતું કે તેમના પિતા જ્યારથી સત્તારુઢ થયા છે ત્યારથી જાતે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે આ ગ્લોબલ કંપનીને નવા ડિલ્સ ગુમાવવા પડશે.
ભારતના અનેક શહેરોમાં પોતાના લક્ઝુરીયસ આવાસ પ્રોજેક્ટ માટે ખરીદનારને જીતવા પોતાના પ્રવાસના આરંભે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની આ ટિપ્પણી ટ્રમ્પ બ્રાન્ડ નેમ આગળ ધપાવવાના કારણે હિતોનો સંભવિત ટકરાવ થશે એવી ટીકાના જવાબમાં હોવાનું જણાય છે. ટ્રમ્પ જુનિયરે જણાવ્યું હતું કે નવો બિઝનેસ ભારતમાં ંહીટ જશે.
થોડા વર્ષો પૂર્વે મેં જણાવ્યું હતું કે ભારત અમારા માટે સૌથી મોટું માર્કેટ બનશે કારણ કે હું ખરેખર માર્કેટમાં માનતો હતો. હું એવું માનતો હતો કે એ ચાલુ રહેશે અને ભવિષ્યમાં નવા ડીલ્સ મળતા રહેશે. ગઇ સાલ ટ્રમ્પ સિનિયરે અમેરિકાના પ્રમુખપદનો કાર્યભાર સંભાળતા પહેલા જણાવ્યું હતું કે તેઓ પોતાનું બિઝનેસ સામ્રાજ્ય પોતાના પુત્રો ડોનાલ્ડ અને એરીકને સોંપી દેશે અને પોતાની એસેટ્સનું એક ટ્રસ્ટ બનાવશે કે જે તેમને અંગત રીતે ફાયદાકારક થશે. જુનિયર ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અમારા માટે મહત્વનું માર્કેટ છે પરંતુ અમને ડીલ થતાં નથી કારણ કે તેમના પિતાએ કેટલાક નિંયત્રણો મૂક્યા છે. ટ્રમ્પ જુનિયરની મુલાકાત પૂર્વે ગુડગાંવમાં તેના વિકાસ ભાગીદારોએ ગ્રાહકોને લલચાવવા માટે ભારતના સૌથી વધુ ફેલાવો ધરાવતા અખબારમાં પ્રથમ પાને જાહેરખબર અભિયાન શરુ કર્યુ હતું. પ્રમોટરોએ એવી જાહેરાત કરી હતી કે ૪૭ માળના આ ટાવરમાં ભારતના લોકપ્રિય ક્રિકેટરો અને કલાકારોએ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે પરંતુ તેમના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા.
મારા પિતાના જાતે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે અમારા બિઝનેસ ડીલ થતા નથી : ટ્રમ્પ જુનિયર

Recent Comments