(એજન્સી) તા.૧૮
લદ્દાખમાં ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા ર૦ ભારતીય જવાનોમાં સામેલ સિપાહી કુંદન કુમારના પિતાએ કહ્યું હતું કે તે તેમના પુત્રના બલિદાન પર ગર્વ અનુભવે છે. તેમણે આગળ કહ્યું હતું કે જો તક મળશે તો તે તેમના બંને પૌત્રોને પણ દેશ સેવા માટે સૈન્યમાં મોકલશે. તેમણે કહ્યું હતું કે મારા પુત્રએ દેશ માટે જીવનનું બલિદાન આપી દીધું. મારા બે પૌત્રો છે. હું તેમને પણ સેનામાં મોકલીશ નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બુધવારે કહ્યું હતું કે ભારતીય સૈનિકોનું બલિદાન એળે નહીં જાય. તેમણે કહ્યું હતું કે હું દેશને આ ખાતરી આપવા માંગું છું કે આપણા જવાનોનું બલિદાન એળે નહીં જાય. આપણા માટે દેશની એકતા અને સાર્વભૌમત્વ સૌથી મહત્ત્વનું છે.