(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું માનવું હતું કે, તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ કોંગ્રેસનું પોલિટિકલ ફોક્સ સમાપ્ત થઈ ગયું છે. તેમની જન્મ જયંતિ નિમિત્તે અનાવરણ કરાયેલ તેમના સંસ્કરણમાં માહિતગારો દ્વારા આ એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ યુપીએના ગઠબંઘનને બચાવવામાં લાગ્યા હતા, જેની અસર શાસન પર પણ પડી રહી હતી. મુખરજીના મત મુજબ કોંગ્રેસના ઘણાં નેતાઓ એવું વિચારતા હતા કે, જો વર્ષ ૨૦૦૪માં તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસની જે ખરાબ હાલત થઈ તે ના થાત. તેમના સંસ્મરણના એક અંશ મુજબ, નરેન્દ્ર મોદીનું વલણ સરમુખત્યારશાહી જેવું છે. પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકશાન થયું હતું, જેને ટાળી શકાય તેમ હતું. અલબત્ત હું આ વિચારથી સંમત નથી. મારૂં એવું માનવું છે કે, મારા રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસનું રાજકારણ પરથી ધ્યાન જ ભટકી ગયું હતું. સોનિયા ગાંધી પાર્ટીના મામલાઓને ઉકેલવામાં સક્ષમ ન હતા. તેમજ વડાપ્રધાન મનમોહન સિંહ લાંબા સમય સુધી સંસદમાંથી ગાયબ રહેતા હતા. તેઓ વ્યક્તિગત રીતે સાંસદોના સંપર્કમાં રહેતા હતા. પ્રણવ મુખરજીનું ૩૧ ઓગસ્ટના રોજ ૮૪ વર્ષની વયે નિધન થયું હતું. રૂપા દ્વારા આ સંસ્મરણને પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ તેમના સંસ્કરણની ત્રીજી આવૃત્તિ છે. મુખરજીએ એમ પણ કહ્યું હતું કે, તેઓ વર્ષ ૨૦૧૨માં પણ વડાપ્રધાન બની શકતા હતા. તેમણે લખ્યું હતું કે, બે જૂન ૨૦૧૨ના રોજ સોનિયા ગાંધીએ તેમને કહ્યું હતું કે, તમે રાષ્ટ્રપતિ બનાવ જઈ રહ્યાં છો, યુપીએ સરકારને ચલાવવામાં તેમની ભૂમિકાને ક્યારેય ભૂલવામાં નહીં આવે. તેમણે પ્રણવ મુખરજી પાસે રાષ્ટ્રપતિ પદ અંગે સૂચન પણ માંગ્યું હતું. પુસ્તકમાં મુખરજીએ લખ્યું હતું કે, મને એમ લાગતું હતું કે, મનમોહન સિંહને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવામાં આવે તેવી શકયતા છે. મને એમ લાગતું હતું કે, જો મનમોહનને આ પદ અપાશે તો મને વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે.