(એજન્સી) કોલકાત્તા,તા.૨
ટીમ ઇન્ડિયાના પેસર મોહમ્મદ શમીની પોતાની પત્ની હસીન જહાંની સાથે છેલ્લાં કેટલાંક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હસીન જહાં એ શમીને લઇ ઇશારા-ઇશારામાં કેટલાંય આરોપ લગાવ્યો પરંતુ હવે શમીએ તેનો જવાબ આપ્યો છે. પેસર મોહમ્મદ શમી જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યો છે. તેમણે સોમવારે બપોરે એક કાર્યક્રમમાં બસોમાંથી જતા પ્રવાસી મજૂરો અને બીજા યાત્રીઓને જાતે જ ભોજન અને ફળ આપ્યા. અહીં શમી એ પત્ની હસીન જહાંના આરોપો પર વાત કરી હતી.
સ્ટાર પેસર શમીએ કહ્યું કે હસીનના તમામ આરોપ નિરાધાર અને જુઠ્ઠા છે. સાથો સાથ તેણે કહ્યું કે તે આરોપોને સાબિત કરીને દેખાડે. શમીએ કહ્યું કે હવે તેનો હસીન સાથે કોઇ મતલબ નથી. શમી અને હસીનની લડાઇ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે.