જમ્મુ,તા.૧૬
જમ્મુ-કાશમીરના કઠુઆ ગેંગરેપ અંગે હત્યામાં આઠ આરોપી સામે કેસ લડી રહેલ પીડિત પક્ષની વકીલ દીપિકાસિંહ રાજાવતે જાનનું જોખમ હોવાનું જણાવ્યું છે. અહેવાલ મુજબ કઠુઆમાં આઠ વર્ષીય માસૂમ આસિફાના રેપ અને હત્યાનો કેસ લડી રહેલ મહિલા વકીલ દીપિકા રાજાવતે કહ્યું કે, હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવી તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, એમનો રેપ થઈ શકે છે અથવા હત્યા પણ કરી શકે છે. તેમણે જણાવ્યું કે તેમને કોર્ટમાં પ્રેકિટસ કરવા દેવામાં ન આવે એવું પણ બની શકે છે. દીપિકા કઠુઆ પીડિતાનો કેસ લડી રહી હોવાથી તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે. દીપિકાએ રેપ અને હત્યાની આશંકા વ્યકત કરતા કહ્યું કે, જો આવું કંઈ પણ તેમની સાથે બનશે તો પ્રત્યેક ભારતીય માટે શરમજનક બાબત હશે, એક આઠ વર્ષની કિશોરી સાથે ક્રૂરતાપૂર્વકનું હત્યા આચરાયા બાદ પણ કોઈ ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો એ માણસ કહેવડાવાના લાયક નથી. દિપીકાને ધમકીઓ મળતા તેમણે પોતાની અને પરિવારની સુરક્ષા માટે સુપ્રીમકોર્ટમાં મદદ માગવાની વાત કરી હતી. કઠુઆ કેસના આઠ આરોપીઓ વિરૂધ્ધ કેસ લડી રહેલ દીપિકાએ કહ્યું કે તમે મારી દુર્દશાની કલ્પના કરી શકો છો જે નિશ્ચિત પણે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પીડિતાના પિતાએ સુપ્રીમકોર્ટમાં તેમના પરિવારને જાનનો જોખમ હોવાની આશંકા વ્યકત કરી સુરક્ષાની માગ કરી હતી. તેમણે અને પીડિતાના પિતાએ તીવ્ર નકારાત્મક પ્રતિક્રિયા અને પરિવારની અસુરક્ષિતતાનો ડર દર્શાવીને આ કેસ જમ્મુથી બહાર અન્ય જગ્યા ખસેડવા સુપ્રીમકોર્ટને અપીલ કરી હતી.
જ્યારે ધમકીઓથી ભયભીત દીપિકાએ જણાવ્યું કે તે કેટલો સમય સુધી જીવિત રહેશે જાણતી નથી, મારી સાથે બળાત્કાર થઈ શકે છે, મારી વિનમ્રતા પર અત્યાચાર થઈ શકે છે. મને નુકસાન પહોંચી શકે છે દીપિકાએ કહ્યું કે તેમને ધમકી મળી હતી કે ‘અમે તને માફ કરશું નહીં.’ આ અંગે મહિલા વકીલે સુપ્રીમકોર્ટમાં પોતાના જાનને જોખમ હોવાનું જણાવશે. એમ તેમણે રવિવારે કહ્યું હતું.